બે દાયકા પહેલા ડૂબતી આર્થવ્યવસ્થાને ઉગારવા માટે આર્થીક ફેરફારો ની રજૂઆત થઇ હતી.
આ રાષ્ટ્રીય વિવશતાને રાજનેતાઓ અને અમલદારશાહીએ ખુલ્લા દિલો-દિમાંગથી સ્વીકાર્યું પરિણામે અર્થવ્યવસ્થા ખોલવાના અડધા-અધૂરા પરિણામ મળ્યા.
ભૂલોમાંથી પાઠ ન શીખે તો તેને પુનરાવર્તિત કરવાની સજા મળે છે.
ઈ.સ.2014માં એમ જ થયું. દેશની જનતાએ નરેન્દ્ર મોદીને એ આશા સાથે સત્તા સોંપી કે તે પંગુ થઇ ચુકેલી અર્થવ્યવસ્થાને સાચી ટ્રેક પર લઇ આવશે
15 ઓંગસ્ટ લાલ કિલ્લાના કાંગરેથી આર્થિક વિકાસનો રોડમેપ રજુ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વ્યું છે- 'ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા અને યોગ્યતા છે. 'મેક ઈન ઇન્ડિયા 'નો એજન્ડા લાગુ કરવાનો મંત્ર પણ તેમણે બતાવ્યો - 'બીઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ '.તેમનો આશય છે -નવા -નવા ઉદ્યોગોની સ્થાપના અને બધાને ફૂલવા-ફલવાનો સમાન પ્રતિસ્પર્ધી તક.
તોદેશની અર્થવ્યવસ્થા ફરી એકવાર પાસું બદલી રહી છે.એ યુવા ઉધમીઓ માટે સંભાવનાઓ જન્મ લઇ રહી છે , જે ખુલ્લી આંખે સપના જુએ છે અને જેનામાં પોતાના સપનાઓને સાકાર કરવાનો સંકલ્પ,સુઝબૂઝ અને સાહસ છે. આ પુસ્તક તેમને આવા 50 ન્યુ એજ ટ્રેડ ટર્નર્સ સાથે રૂબરૂ કરાવશે,જેમનામાં શૂન્યથી શિખર પર પહોચવાનો જોશ, જુસ્સો અને ઝુનુન છે ......
લેખક : પ્રકાશ બિયાણી - કમલેશ માહેશ્વરી
કીમત :375/