Tuesday, 1 December 2015

પ્રસન્ન રહેવાનો પ્રયોગ

                            
એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ,
એટલા જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલા આજે 100 વર્ષ પછી પણ છે। 
એવું તે શું છે આ નવલકથામાં - જે આટલા વર્ષ પછી પણ વાચકને એનું વ્યાસન લગાડી રહી છે ?
આ નવલકથામાં નથી કોઈ તત્વજ્ઞાન, નથી કોઈ આદર્શ કે સિદ્ધાંતની સુફિયાણી સલાહ, કે નથી એવી 
કોઈ મોટા ગજાની નાયિકા। તેમ છતાં આ નવલકથા એક બેઠકે પૂરી કરીને જ ઉભા થવાનું મન થાય એ હદે કથારસ અને કથાતંતુ વાચકને જકડી રાખે છે તેનું કારણ શું ?

આ નવલકથા આવી અદ્દ્ભુત સફળતાનું રહસ્ય તમને કથાની બલનાયિકા પોલીએનાના રોજિંદા જીવાતા જીવનમાંથી જાણવા મળશે। જીવનમાં આવતી નિરાશાને અવગણવા કે દબાવી દેવાને બદલે,એ નિરાશાભરી પરિસ્થિતિમાંથી જ કેવી રીતે પ્રસન્નતાને શોધી કાઢી જીવનને માણવાલાયક બનાવી શકાય એ સત્યનો પ્રયોગ તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે। 

પોલીએના 
લેખક : એલીનોર પોર્ટર 
કિમત :99/  

No comments:

Post a Comment