Thursday, 3 December 2015

ધનવાન બનવા માટે આ પુસ્તક વાંચો

     

આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે.
' વિચારો અને ધનવાન બનો ' પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના 'LAW OF SUCCESS ' પર આધારિત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નીચોડ સમાવેલ છે.વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્રાન એન્ડ્રયુ કાર્નેગીના - થોમસ વોટસન અને એલેકઝંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલએ બહુ નાની ઉમરે કર્યો હતો.હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - ' સફળતાના જાદુઈ સૂત્ર ' પરથી મળેલ છે.કાર્નેગીએ પોતાના જાદુઈ સુત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સુત્રો અસરકારક છે તેવું સાબિત થયુ.
અ પુસ્તક અપને કાર્નેગીના જાદુઈ સુત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક - ' શું કરવું ' તે કેવી રીતે કરવું ' તે પણ શીખવશે.જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઈચ્છતા હશો તે મેળવી શકશો.

પુસ્તક - વિચારો અને ધનવાન બનો
લેખક - નેપોલિયન હિલ 
કીમત - 175. 

No comments:

Post a Comment