Thursday, 9 June 2016


જેવું વાવો એવું ઉગે

સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો.
એક વાર સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે ' બચાવો. બચાવો ' એવી બુમો સાંભળી. એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો. તેણે જોયું કે એક નાનો બાળક રોડના કાઠે આવેલ આ ખાડામાં ફસાઈ ગયો હતો . ફ્લેમિંગે એ બાળકને બચાવ્યો.

બીજા દિવસે એ બાળકના પિતા ફ્લેમિંગને અભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઈક મદદ જોઈતી હોય તો મદદ કરવાની તૈયારી બતાવી. ફ્લેમિંગે વિનમ્રતાપૂર્વક ના પાડી એને કહ્યું ' મેં જે કંઈ કર્યું છે  એ તો મારી એક માણસ તરીકેની ફરજ હતી.' આ બંને વચ્ચેની વાત ચાલતી હતી એ સમયે ફ્લેમિંગનો નાનો દીકરો શું અભ્યાસ કરે છે ?' ફ્લેમિંગે કહ્યું " શેઠ , અમારા ખેડૂતના દીકરાના નાસિબમાં ભણવાનું ના હોય.એ તો મારી સાથે કરશે." પેલા મહાનુભાવે કહ્યું , "ના.તે મારા દીકરાને બચાવ્યો છે તો હવે હું તારા દીકરાને ભણાવીશ ." એ મહાનુભાવ ફ્લીમીંગના દીકરાને ભણાવવા માટે પોતાની સાથે લઇ ગયા.

વર્ષો વીતી ગયા બાળપણમાં ખાડામાં પડેલા જે બાળકને ફ્લેમિંગે બચાવ્યો હતો એ યુવાન થઇ ગયો હતો પણ એ એની યુંવાવસ્થામાં ન્યુમોનીયાના ભયાનક રોગમાં સપડાયો પરંતુ એ સદનશીબ હતો કે એ જ અરસામાં ન્યુમોનીયાની રસી પેનેસીલીનની શોધ થઇ હતી . આ શોધને કારણે એ યુવાન બચી ગયો. આ યુવાનની જીવાદોરી સમાન પેનીસીલીનની શોધ કરનાર બીજું કોઈ નહી પરંતુ પેલા ખેડૂત ફ્લેમિંગનો દીકરો એલેકઝાડર ફ્લેમિંગ હતો અને નાનપણમાં ખેડૂતે બચાવેલો અને મોટો થઈને   એલેકઝાડર ફ્લેમીંગે બચાવેલો માણસ એટલે " વી  ફોર  વિકટરી " ના સૂત્ર દ્વારા પડી ભાંગેલા બ્રિટનમાં નવી ચેતના ભરનાર વિન્સ્ટન ચર્ચિલ।.

ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ - આઘાત અને પ્રત્યાઘાત સામસામાં અને સરખા હોય - એ માત્ર ભોતિકશાસ્ત્ર પુરતો માર્યાદિત નથી.જીવનમાં પણ લાગુ પડે છે.કંઈક મેળવવું હોય તો પહેલા કંઈક આપતા પણ શીખવું પડે

Saturday, 28 May 2016

શ્વાસ-વિશ્વાસ -- એક ર્હદયસ્પર્શી સત્ય ઘટના ...............................


આદરણીય ડો.શરદ ઠાકર સાહેબ.................................

35 હપતા સુધી મારા જેવા લાખો વાચકોના શ્વાસ ઊંચા કરી દેતી સત્યઘટના પર આધારિત આપની 'શ્વાસ વિશ્વાસ ' નવલકથા આટલો સુંદર અને સુખદ અંત આપવા બદલ અપને લાખ લાખ સલામ। ................

લેખકની વાતમાં આપે જેનો ઉલેખ કર્યો છે તે રાજકોટ ના એક વરિષ્ઠ વાચક તરીકે હું અપને દર સપ્તાહે વિનંતી કરતો હતો કે ઠાકર સાહેબ બિચારી તન્હાને શર્દુલની કેદમાંથી જલ્દી મુક્ત કરવો ..............

તન્હાની વેદના,પીડા ,યાતના મારાથી સહન થતા નહોતા.છેવટે તમે શર્દુલની હાલત એવી કરી કે ભવિષ્યમાં કોઈ છોકરી સામે આંખ કરીને જોશે પણ નહિ.

તન્હાની ભૂલ એટલી કે પોતે વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગઈ અને એક દૃષ્ટ માનસને દિલ આપી બેઠી.

આટલા ગુનામાં આવી મોટી સજા................

શર્દુલને મારી -મારીને માટી ના લોંદા જેવો કરી નાખનારા તમારા બાપુનગરના જવાનોને મારા સલામ...........
ભવિષ્યમાં પણ કોઈ અબળાને આવી રીતે છોડાવવી પડે ત્યારે પાછા ન પડતા ............

ઠાકર સાહેબ !!!!!!!!  આ જમાનામાં આદિત્ય જેવો સજ્જન યુવક પણ વસે છે ........
જે તન્હાને તેના કલંકિત ભૂતકાળ સાથે સ્વીકારવા તૈયાર થાય છે ........

એ જિંદાદિલ ઇન્સાનને મારા સલામ !!!!!!!!!!!!!!!!

આજ સુધીમાં આપ બાવન જેટલા વાચકોના પ્રાણ બચાવવામાં નિમિત બન્યા છો તે પ્રશંસનીય છે.ઠાકર સાહેબ , આજ સુધી હું ફક્ત ત્રણ જ સિહપુરુષોને ઓળખતો હતો - સરદાર વલ્લભભાઈ , વીર સાવરકર અને નરેન્દ્ર મોદી . તે યાદી માં હવે ચોથા સિંહપુરુષ તરીકે તમારું નામજોડી રહ્યો છુ !!!!!!!!!!!!!!

અપનો અભાર !!!!!!!!!!!!!!!!!! 


Friday, 8 April 2016

અપ્રેષિત પત્ર 
ગુજરાતી માં બુક્સ આવી ગઈ છે 
ઈશ્વરની મરજી વગર 
હું કાંઈ ન કરી શકું.

મારા વગર 
ઈશ્વર પણ કાંઈ ન કરે.

જો ઈશ્વર અને હું સાથે હોયએ 
તો બધું જ થવું શક્ય છે.

Sunday, 14 February 2016

પ્રભાતનાં પુષ્પો 

ચિંતન 
તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી,પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છુ.
વહેલી પ્રભાતે પંખીઓના કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યના કિરણોનો પોશાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જયારે તમે પગલા માંડો છો ત્યારે ઘંટાનાદમાં છુપાઈને હું તમારું સ્વાગત કરું છું અને એમને ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતના પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.સૂર્યથી તેજ છુટું પડી શકતું નથી , સાગરથી મોજા વિખુટા પડતા નથી અને વસ્તુમાંથી છાયા દુર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદ્દા કેવી રીતે છીએ ?

લેખક : વજુ કોટક 
કીમત :રૂ 300/-

Sunday, 7 February 2016

યુ કેન હીલ યોર લાઇફ - લુઇસ એલ. હે.
તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો
' જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.'
આ 'બેસ્ટસેલિંગ' પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક આપણને મન અને શરીરના સબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતા તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ બતાવે છે.
આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એ
ક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનના એ હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે આ હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે.
આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારા વિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો

Thursday, 14 January 2016

THE CIVIC CODE ' ધ સિવિક કોડ' એટલે સમાજમાં રહેવાના નિયમોની યાદી.
અપણા દેશ અને સમાજને વધુ સારો બનાવવા માટે આપણે એક નાગરિક
તરીકે શું કરી શકીએ તે સમજવાનો એક પ્રયાસ.અહી આપેલા નિયમોની યાદીનું કોઈ જ પાલન કરાવી શકવાનું નથી.આ નિયમો આપણે જાતે જ સમજીએ અને અપનાવીએ તો જ સુધારો શક્ય છે.દરેક સમજદાર વ્યક્તિ દેશ-સમાજ માટે કૈક કરવા માંગે છે પણ શું કરી શકાય તે દ્રીધામાં હોય છે.અહી ચર્ચા થયેલા મુદ્રાઓ ખુબ જ સામાન્ય છે પણ તેનો અમુલ ખુબ મોટો ફેરફાર લાવી શકે તેમ છે.મારા એકના બદલાવાથી શું થશે તેમ ના વિચારીએ.IMPROVEMENT BEGINS WITH 'I' સુધારાની શરૂઆત અપણા પોતાનીથી કરીએ.દેશ માટે તમારી ફરજો સમજી અમલમાં મૂકી શકો તેવી શુભકામનાઓ અભાર.
જય ભારત     

Sunday, 10 January 2016

ANYTHING BUT KHAMOSH

Every success story has its price to pay.

so did Shatrughan Sinha (SS) who achieved the impossible twice over.

the youngest the most pampered in a family of academics and doctors where four sons were named after the four brothers of the ramayan, SS stood out defiantly different. He was born for applause and the limelight; he was besotted with Raj Kapoor and cinema.

in the face of stiff opposition from disciplinarian father bhuvaneshwar prasad sinha, mother shyama devi'schhutka bauva (little darling) set out for the film institute of india (now FTII)
in poona.Bombay was the next logical destination.without kapoorian good looks or any connecation with the hindi film industry,the unknown scarface from patna went on to create history on celluloid.

in politics too,with no known surname or family to power his entry,he set a record as the first film star from india tobe sworn-in as a cebinet minister

antyhing but Khamosh:the Shatrughan Sinha Biograohy,is a rivetingly honest read that retraces the hurrahs and heartaches of india's most popular Bihari Babu


Author: BHarti S Pradhan
Price : Rs.595/-


APPOINTMENT WITH DEATH



Among the towering cliffs of 
Petra,like some monstrous swollen Buddha, sat the corpse of Mrs. Boynton. A tiny puncture mark on her wrist was the only sign of the fatal injection that had killed her.

With only 24 hours available to solve the mystery. Hercule Poirot recalled chance remark he'd overheard back in Jerusalem: 'you see, don't you, that she's got to be killed?'  Mrs. Boynton was,indeed, the most detestable woman he,d ever met....

Author : Agatha Christie
Amount :Rs.199/-




Saturday, 9 January 2016

ભગવાનની ટપાલ




















સૂર્ય રોજ આપણને 
જીવન નામની ટપાલ પહોચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા 
માતૃત્વ પહોચાડે છે અને 
પુષ્પો સુગંધ પહોચાડે છે.
પાંદડે પાંદડે 
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી 
ટપાલ માણસને પહોચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી ?
ગુણવંત શાહ 

લેખક : ગુણવંત શાહ 
કીમત :RS 95/-

THE PHOENIX OF DESTINY

An Adventure Of Epic
Proportions!

I, Geronima Stilton, had returned to the
kingdom of fanasty on the wings of the 
phonis of destiny! blossom, queen of the 
fairies, needed my help once again.

but blossom was behaving strancely.
she sent me of quest after magical quest,
each one more bizarre and dangerous
than the last. it felt like my missions were
building up to something truly terrible right
under my snout. could my friends and i put
thing right again?..





Geronima Stilton
Price Rs: 795/-





એકલો જાને રે.........

ડો.શરદ ઠાકરની કલમે ગુજરાતી વાચકોને વાચતા રાખ્યા છે.ગુજરાતી ગદ્યકથાસર્જકોમાં તેમનું નામ આદરથી લેવાય છે.ગુજરાતી કથાસર્જકમાં તેમનું નામ હવે સીમાસ્તંભ સમું છે.તેમની કલમ વાચકોની નાડ પરખે છે.વાચકોના ર્હદયની યુનીવર્સીટી તે પાઠ્યપુસ્તક જેમ શોભી રહ્યા છે.તેમની સરળ છતાં ગંભીર બાની કોઈ પણ વાચકને જકડી રાખવા સક્ષમ છે.વાર્તા અને નવલકથા ક્ષેત્રે તેમણે મુલ્યવાન સર્જન કર્યું છે.
   
ડો.શરદ ઠાકરની અગાઉની તમામ નવલકથાઓ કરતાં આ નવલકથા કંઇક નોખી-અનોખી છે. 'અભિયાન'માં હપ્તાવાર છપાઈને પ્રથમ પ્રકરણથી જ વાચકોના ર્હદયમાં ઉતરી જનારી આ કથા કોઈ કલ્પના નહી,પણ જીવતાજાગતા વ્યક્તિત્વની ગાથા છે.વિદેશની મબલખ કમાણીવાળી નોકરી ત્યજીને વતનની વાટે ચાલનાર માણસની કથા છે આ. લેંઘો,શર્ટ અને સસ્તા સ્લીપર્સમાં ફરતા મોઘમૂલા વ્યક્તિત્વની ગાથા છે આ.આ કથા એક એવા તેજસ્વી વ્યક્તિત્વની છે કે જે હળવદ પાસેના ચરડવા ગામમાં એક મેઘલી રાતે પ્રાથમિક શિક્ષકને ત્યાં જન્મ્યા.માંગરોળની શાળામાં 'ગામડિયું 'નું બિરુદ પામીને રડી પડ્યા,બાળપણમાં પોતાની માતાને ગુમાવી,એકલે હાથે સેકડો સંઘર્ષોનો સામનો કર્યો.

જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટીટયૂટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડોક્ટર એચ.એલ.ત્રિવેદી.કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ :તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે ....'ને જીવી જનાર વ્યક્તિત્વની કથા એટલે ' એકલો જાને રે......'



લેખક :ડો.શરદ ઠાકર 
કીમત :450/-