ડો.શરદ ઠાકરની કલમે ગુજરાતી વાચકોને વાચતા રાખ્યા છે.ગુજરાતી ગદ્યકથાસર્જકોમાં તેમનું નામ આદરથી લેવાય છે.ગુજરાતી કથાસર્જકમાં તેમનું નામ હવે સીમાસ્તંભ સમું છે.તેમની કલમ વાચકોની નાડ પરખે છે.વાચકોના ર્હદયની યુનીવર્સીટી તે પાઠ્યપુસ્તક જેમ શોભી રહ્યા છે.તેમની સરળ છતાં ગંભીર બાની કોઈ પણ વાચકને જકડી રાખવા સક્ષમ છે.વાર્તા અને નવલકથા ક્ષેત્રે તેમણે મુલ્યવાન સર્જન કર્યું છે.
ડો.શરદ ઠાકરની અગાઉની તમામ નવલકથાઓ કરતાં આ નવલકથા કંઇક નોખી-અનોખી છે. 'અભિયાન'માં હપ્તાવાર છપાઈને પ્રથમ પ્રકરણથી જ વાચકોના ર્હદયમાં ઉતરી જનારી આ કથા કોઈ કલ્પના નહી,પણ જીવતાજાગતા વ્યક્તિત્વની ગાથા છે.વિદેશની મબલખ કમાણીવાળી નોકરી ત્યજીને વતનની વાટે ચાલનાર માણસની કથા છે આ. લેંઘો,શર્ટ અને સસ્તા સ્લીપર્સમાં ફરતા મોઘમૂલા વ્યક્તિત્વની ગાથા છે આ.આ કથા એક એવા તેજસ્વી વ્યક્તિત્વની છે કે જે હળવદ પાસેના ચરડવા ગામમાં એક મેઘલી રાતે પ્રાથમિક શિક્ષકને ત્યાં જન્મ્યા.માંગરોળની શાળામાં 'ગામડિયું 'નું બિરુદ પામીને રડી પડ્યા,બાળપણમાં પોતાની માતાને ગુમાવી,એકલે હાથે સેકડો સંઘર્ષોનો સામનો કર્યો.
જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટીટયૂટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડોક્ટર એચ.એલ.ત્રિવેદી.કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ :તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે ....'ને જીવી જનાર વ્યક્તિત્વની કથા એટલે ' એકલો જાને રે......'
લેખક :ડો.શરદ ઠાકર
કીમત :450/-
No comments:
Post a Comment