Friday, 25 December 2015

બીઝનેસ ગેમ ચેંજર્સ શૂન્યથી શિખર


બે દાયકા પહેલા ડૂબતી આર્થવ્યવસ્થાને ઉગારવા માટે આર્થીક ફેરફારો ની રજૂઆત થઇ હતી.
આ રાષ્ટ્રીય વિવશતાને રાજનેતાઓ અને અમલદારશાહીએ ખુલ્લા દિલો-દિમાંગથી સ્વીકાર્યું પરિણામે અર્થવ્યવસ્થા ખોલવાના અડધા-અધૂરા પરિણામ મળ્યા.
ભૂલોમાંથી પાઠ ન શીખે તો તેને પુનરાવર્તિત કરવાની સજા મળે છે.
ઈ.સ.2014માં એમ જ થયું. દેશની જનતાએ નરેન્દ્ર મોદીને એ આશા સાથે સત્તા સોંપી કે તે પંગુ થઇ ચુકેલી અર્થવ્યવસ્થાને સાચી ટ્રેક પર લઇ આવશે
15 ઓંગસ્ટ લાલ કિલ્લાના કાંગરેથી આર્થિક વિકાસનો રોડમેપ રજુ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વ્યું છે- 'ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા અને યોગ્યતા છે. 'મેક ઈન ઇન્ડિયા 'નો એજન્ડા લાગુ કરવાનો મંત્ર પણ તેમણે બતાવ્યો - 'બીઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ '.તેમનો આશય છે -નવા -નવા ઉદ્યોગોની સ્થાપના અને બધાને ફૂલવા-ફલવાનો સમાન પ્રતિસ્પર્ધી તક.
તોદેશની અર્થવ્યવસ્થા ફરી એકવાર પાસું બદલી રહી છે.એ યુવા ઉધમીઓ માટે સંભાવનાઓ જન્મ લઇ રહી છે , જે ખુલ્લી આંખે સપના જુએ છે અને જેનામાં પોતાના સપનાઓને સાકાર કરવાનો સંકલ્પ,સુઝબૂઝ અને સાહસ છે. આ પુસ્તક તેમને આવા 50 ન્યુ એજ ટ્રેડ ટર્નર્સ સાથે રૂબરૂ કરાવશે,જેમનામાં શૂન્યથી શિખર પર પહોચવાનો જોશ, જુસ્સો અને ઝુનુન છે ......


લેખક : પ્રકાશ બિયાણી - કમલેશ માહેશ્વરી 
કીમત :375/

Saturday, 5 December 2015

ડિજિટલ ભીષ્મ પિતામહ : સ્ટીવ જોબ્સ


આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેને સાબિત કરી બતાવ્યું છે કે Innovation , Perfecation  અને Quality  ના આગ્રહથી તમે કઈ રીતે એવી Products  આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે.સ્ટીવ જોબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં ' કશુક કરી છૂટવાની ' તીવ્ર તમન્નાથી તેમણે Apple  કંપની  સ્થાપના કરી.
આ પુસ્તકમાંથી તમે સીખી શકશો કે Products  કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની  માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું  સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Quality  નો પર્યાય બની જાય.
કળા અને ટેક્નોલોજીના અદ્રભૂત સમન્વય દ્વારા તેમણે iMac,iPod,iPhone,અને iPed થી નવા વિશ્વના દરવાજા અપણા માટે ઉધાડી આપ્યા છે. 21 મી  સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખક સ્ટીવ જોબ્સના સ્નેહીઓ,મિત્રો,સ્ટાફ,હરીફો તથા તેના 40થી વધુ ઈન્ટરવ્યુંઝ લીધા છે.

એન્ડ વન મોર થીગ   ........
આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન 
કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે 
તેની iGuarantee છે.

લેખક : સ્ટીવ જોબ્સ 
કીમત :399/

Thursday, 3 December 2015

'કરવાના કામો 'ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પુરતો નથી હતો.
સફળ લોકો એક જ સમયે બધા કામો પર જ FOCUS કરતા હોય છે.
કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્વની છે તે પૂરાં થયેલ કામની કવોલીટી। ક્યાં કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે.
બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો SMART ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહી કરો કે 'મારી પાસે ટાઈમ નથી '.યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની 100% સફળતા માટે આ પુસ્તકની 21 ટીપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખુબ ઉપયોગી નીવડશે.

લેખક : બ્રાયન ટ્રેસી 
કીમત : 95/-











ધનવાન બનવા માટે આ પુસ્તક વાંચો

     

આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે.
' વિચારો અને ધનવાન બનો ' પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના 'LAW OF SUCCESS ' પર આધારિત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નીચોડ સમાવેલ છે.વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્રાન એન્ડ્રયુ કાર્નેગીના - થોમસ વોટસન અને એલેકઝંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલએ બહુ નાની ઉમરે કર્યો હતો.હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - ' સફળતાના જાદુઈ સૂત્ર ' પરથી મળેલ છે.કાર્નેગીએ પોતાના જાદુઈ સુત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સુત્રો અસરકારક છે તેવું સાબિત થયુ.
અ પુસ્તક અપને કાર્નેગીના જાદુઈ સુત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક - ' શું કરવું ' તે કેવી રીતે કરવું ' તે પણ શીખવશે.જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઈચ્છતા હશો તે મેળવી શકશો.

પુસ્તક - વિચારો અને ધનવાન બનો
લેખક - નેપોલિયન હિલ 
કીમત - 175. 

Tuesday, 1 December 2015

પ્રસન્ન રહેવાનો પ્રયોગ

                            
એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ,
એટલા જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલા આજે 100 વર્ષ પછી પણ છે। 
એવું તે શું છે આ નવલકથામાં - જે આટલા વર્ષ પછી પણ વાચકને એનું વ્યાસન લગાડી રહી છે ?
આ નવલકથામાં નથી કોઈ તત્વજ્ઞાન, નથી કોઈ આદર્શ કે સિદ્ધાંતની સુફિયાણી સલાહ, કે નથી એવી 
કોઈ મોટા ગજાની નાયિકા। તેમ છતાં આ નવલકથા એક બેઠકે પૂરી કરીને જ ઉભા થવાનું મન થાય એ હદે કથારસ અને કથાતંતુ વાચકને જકડી રાખે છે તેનું કારણ શું ?

આ નવલકથા આવી અદ્દ્ભુત સફળતાનું રહસ્ય તમને કથાની બલનાયિકા પોલીએનાના રોજિંદા જીવાતા જીવનમાંથી જાણવા મળશે। જીવનમાં આવતી નિરાશાને અવગણવા કે દબાવી દેવાને બદલે,એ નિરાશાભરી પરિસ્થિતિમાંથી જ કેવી રીતે પ્રસન્નતાને શોધી કાઢી જીવનને માણવાલાયક બનાવી શકાય એ સત્યનો પ્રયોગ તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે। 

પોલીએના 
લેખક : એલીનોર પોર્ટર 
કિમત :99/