Monday, 30 November 2015

મારા ડેડી માટે

 એક હૃદય 
જે તમારે રાખવાનું છે 
એ તમને તમારે જે ખાઈ ઓળંગવાની છે 
તે ઓળંગવામાં મદદ કરશે.
ડેડી, તમારી સફરને માણજો.
તેમાં અવરોધો હોય શકે
પણ તમને તે પાર કરતા આવડશે 
હેપી વેલેન્ટાઈન્સ ડે.
ખુબ વહાલ સાથે 
તમારી દીકરી જુલી-એન.
- ચિકન સૂપ ફોર  ધ સોલ માંથી 
 

આજનો સુવિચાર

એવા લોકોથી દૂર રહો જે તમારી મહત્વાકાંક્ષાઓને નાની બનાવવા માગે છે. નાના લોકો જ તેવું કરે, હંમેશા કરે. પણ જે મહાન વ્યક્તિઓ હોય તે તો તમને પણ મહાન બનવા પ્રેરે છે.   -માર્ક ટ્વેઇન  

Tuesday, 24 November 2015

ગુજરાતની અસ્મિતા : THE GLORY OF GUJARAT

 ગુજરાતના સંસ્કરજીવનનો સર્વસંગ્રહ કદાચ આ પહેલો જ છે. પ્રવાસ, ઈતિહાસ, લોકજીવન, લોક્નાયકો, અને અરણ્યલોક જેવા વિષયો પર આવશ્યક માહિતી આપતો આ ગ્રંથ ગુજરાતની અસ્મિતાનો વાચક બની રહેવાની બાંયધરી ઉચ્ચારે છે. રજની વ્યાસ જેવા કલાસર્જકની દ્રષ્ટિનો સ્પર્શ પામીને તૈયાર થયેલ આ સચિત્ર ગ્રંથ આ પ્રકારના અનેક ગ્રંથોમાં વિસ્તારવા જોઈતા સર્વસંગ્રહનો પુરોગામી છે. - હરીન્દ્ર દવે 
લેખક : - રજની વ્યાસ 
કિંમત :- 2000/- 

Thursday, 19 November 2015

સપનાને સાકાર કરવાનો મેજીક ટચ...

તમને એવું લાગે છે કે તમારી જીંદગીમાં "કશુંક" ખૂટે છે?
કેટલાક લોકો પોતાની જીંદગીમાં નક્કી કરેલા ગોલ્સ સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માની ને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોના જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી  શરૂ કરીને પણ સફળતાના શિખરો સર કર્યા છે, તો આનું કારણ શું હશે ?
આવા અનેક પ્રશ્નોના ઉતરો તમને આ પુસ્તકમાંથી મળશે....
લેખક : બ્રાયન ટ્રેસી 
કિંમત : 199/-

Tuesday, 10 November 2015

સચિન તેંડુલકર : મારી જીવનકથા

ક્રિકેટ ઇતિહાસના મહાન 'રન-સ્કોરર',સચિન તેંડુલકર 24 અદભુત વર્ષો સુધી શિખર પર રહી  2013 માં નિવૃત થયા. તેમના સુપ્રસિધ્ધ દરજ્જા  છતાં,સચિન તેંડુલકર હમેંશ અંગત વ્યક્તિ રહ્યા છે, કે જેઓ તેમના કુટુંબ અને રાષ્ટ્રને સમર્પિત છે. હવે પહેલ જ વખત, તેઓ તેમની અંગત જીંદગીમાં ઝાંકી મંત્રમુગ્ધ કરે છે અને કોઈની પણ ના હોય તેવી તેમની 'સ્પોર્ટીંગ લાઈફ' ના રહસ્યો આ પુસ્તક માં છતાં કરે છે.    

લેખક :- સચિન તેંડુલકર  
કિંમત :-  595/- 

Monday, 9 November 2015

વાંચો રામચંદ્ર શ્રેણી ભાગ પહેલો ......

રામ રાજ્ય , આદર્શ ભૂમિ.
પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી  પડે છે.
તેમને એ કિંમત ચૂકવી છે. 

લેખક : - અમીશ 
કિંમત  :- 400/-