શ્વાસ-વિશ્વાસ -- એક ર્હદયસ્પર્શી સત્ય ઘટના ...............................
આદરણીય ડો.શરદ ઠાકર સાહેબ.................................
35 હપતા સુધી મારા જેવા લાખો વાચકોના શ્વાસ ઊંચા કરી દેતી સત્યઘટના પર આધારિત આપની 'શ્વાસ વિશ્વાસ ' નવલકથા આટલો સુંદર અને સુખદ અંત આપવા બદલ અપને લાખ લાખ સલામ। ................
લેખકની વાતમાં આપે જેનો ઉલેખ કર્યો છે તે રાજકોટ ના એક વરિષ્ઠ વાચક તરીકે હું અપને દર સપ્તાહે વિનંતી કરતો હતો કે ઠાકર સાહેબ બિચારી તન્હાને શર્દુલની કેદમાંથી જલ્દી મુક્ત કરવો ..............
તન્હાની વેદના,પીડા ,યાતના મારાથી સહન થતા નહોતા.છેવટે તમે શર્દુલની હાલત એવી કરી કે ભવિષ્યમાં કોઈ છોકરી સામે આંખ કરીને જોશે પણ નહિ.
તન્હાની ભૂલ એટલી કે પોતે વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગઈ અને એક દૃષ્ટ માનસને દિલ આપી બેઠી.
આટલા ગુનામાં આવી મોટી સજા................
શર્દુલને મારી -મારીને માટી ના લોંદા જેવો કરી નાખનારા તમારા બાપુનગરના જવાનોને મારા સલામ...........
ભવિષ્યમાં પણ કોઈ અબળાને આવી રીતે છોડાવવી પડે ત્યારે પાછા ન પડતા ............
ઠાકર સાહેબ !!!!!!!! આ જમાનામાં આદિત્ય જેવો સજ્જન યુવક પણ વસે છે ........
જે તન્હાને તેના કલંકિત ભૂતકાળ સાથે સ્વીકારવા તૈયાર થાય છે ........
એ જિંદાદિલ ઇન્સાનને મારા સલામ !!!!!!!!!!!!!!!!
આજ સુધીમાં આપ બાવન જેટલા વાચકોના પ્રાણ બચાવવામાં નિમિત બન્યા છો તે પ્રશંસનીય છે.ઠાકર સાહેબ , આજ સુધી હું ફક્ત ત્રણ જ સિહપુરુષોને ઓળખતો હતો - સરદાર વલ્લભભાઈ , વીર સાવરકર અને નરેન્દ્ર મોદી . તે યાદી માં હવે ચોથા સિંહપુરુષ તરીકે તમારું નામજોડી રહ્યો છુ !!!!!!!!!!!!!!
અપનો અભાર !!!!!!!!!!!!!!!!!!