Sunday, 14 February 2016

પ્રભાતનાં પુષ્પો 

ચિંતન 
તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી,પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છુ.
વહેલી પ્રભાતે પંખીઓના કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યના કિરણોનો પોશાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જયારે તમે પગલા માંડો છો ત્યારે ઘંટાનાદમાં છુપાઈને હું તમારું સ્વાગત કરું છું અને એમને ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતના પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.સૂર્યથી તેજ છુટું પડી શકતું નથી , સાગરથી મોજા વિખુટા પડતા નથી અને વસ્તુમાંથી છાયા દુર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદ્દા કેવી રીતે છીએ ?

લેખક : વજુ કોટક 
કીમત :રૂ 300/-

Sunday, 7 February 2016

યુ કેન હીલ યોર લાઇફ - લુઇસ એલ. હે.
તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો
' જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.'
આ 'બેસ્ટસેલિંગ' પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક આપણને મન અને શરીરના સબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતા તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ બતાવે છે.
આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એ
ક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનના એ હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે આ હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે.
આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારા વિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો